આદ્યશક્તિની આરાધનાના ઉત્સવ નવરાત્રિનો આરંભ ૯ ઓક્ટોબર થઇ રહ્યો છે. નવલ નોરતા અને નવરાત્રીની ગરીમા જળવાય તે માટે હિંદુ યુવા સંગઠન અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિધર્મીને નવરાત્રી પંડાલમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.
કચ્છના ભુજ , અંજાર, માંડવી , સહિતના શહેરમાં નવરાત્રીમાં બિનહિંદુને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લવ જેહાદ જેવા કિસ્સા અટકાવવા માટે હિંદુ સંગઠન દ્વારા નવરાત્રીમાં વિધર્મી પ્રવેશ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષથી માંડવીમાં વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે યોજાનાર નવરાત્રીના આયોજનમાં વિધર્મીઓને ગરબીના મંડપમાં પ્રવેશ પ્રતિબંધનો ઐતિહાસિક નિર્ણય લેવાયો આવ્યો છે. નવરાત્રી પંડાલમાં આવતા લોકોના કપાળ પર તિલક અને ગૌમૂત્ર અભિષેક કર્યા બાદ પ્રવેશ આપવામાં આવશે. માતાજીના પર્વની પવિત્રતા જાળવવા અને વિધર્મીઓને તેમાં પ્રવેશતા રોકવા આ નિર્ણય લેવાયો છે.
Leave Comments