વલસાડના ભિલાડમાં સગીરો વચ્ચે ખેલાયો ખુની ખેલ

February 11, 2019 1025

Description

વલસાડના ભિલાડમાં સગીરો વચ્ચે જૂની અદાવતને લઈને ખુની ખેલ ખેલાયો છે. માત્ર 12 વર્ષના સગીરે 13 વર્ષના સગીર પર ચપ્પુના ઘા ઝીકીને મારી નાખવા પ્રયાસ કર્યો.

ભિલાડના મધર કોમ્પલેક્ષ પાછળ નજીવી બાબતે બબાલ થતા ખુની ખેલની શરૂઆત થઈ. જ્યારબાદ બાળકો વચ્ચે જૂથવાદ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

અને ચાકુ જીકનાર સગીરની અટકાયત કરી છે. પોસીસ તપાસમાં જાણવા મળ્યુ છે કે સાયકલ ન આપવાની જૂની અદાવતમાં હુમલો કરાયો હતો. ત્યારે હુમલાનો ભોગ બનનાર સગીર હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.

તો ભીલાડ સિવિલ હોસ્પિટલમાં સગીરને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા છે.

Leave Comments