ભરૂચમાં ઓટોરિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા

July 28, 2021 575

Description

ભરૂચમાં કોરોના કાળમાં એમ્બ્યુલન્સની સેવાની ગરજ સમા દર્દીઓની સેવા કરનારા ઓટોરિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે..નગરપાલિકા વિસ્તારમાં સીટી બસ શરૂ કારાતા રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યુ છે.તેમજ સિટીબસ ચાલકો દ્વારા ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે..સીટી બસના કારણે ઓટોરિક્ષા ચાલકોના છેલ્લાં બે મહિનાથી રોજીરોટીના પ્રશ્નો ઉભા થતાં જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના સમર્થનમાં ભરૂચ જિલ્લાના તમામ ઓટોરિક્ષા ચાલકો અચૉક્ક્સ મુદ્દતની હડતાળ કરી છે… સિટીબસને રોકવાનો પ્રયાસ કરતાં પોલીસે ૧૫૦ થી વધુ ઓટોરિક્ષા ચાલકોની અટકાયત કરી હતી. જ્યાં સુધી તમામ મુદ્દાઓનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ઓટોરિક્ષા એસોસિએશન હડતાળના પર રહેવાની વાત કરી હતી…

Leave Comments

News Publisher Detail