મહેસાણામાં સશસ્ત્ર જૂથ અથડામણ, ફાયરિંગમાં એક ઇજાગ્રસ્ત

September 11, 2018 995

Description

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરી વધી છે ત્યારે મહેસાણાના કડીમાં કસબા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે…. કડીના કસ્બા વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા… તેમની વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી… આ દરમિયાન ગોળીબાર થયો હતો…. ફાયરિંગમાં એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો… આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો… તેમજ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવીને ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે….

Leave Comments