સિંહોની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં

May 15, 2019 470

Description

ગુજરાતની શાન સમા સિંહની પજવણી, હેરાનગતિની ઘટનાઓ છાશવારે બનતી હોય છે..ત્યારે ફરી સિંહની પજવણીનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક શખ્સો વિકૃત આનંદ લેવા માટે મારણને બાઇકની પાછળ લટકાવીને સિંહને લલચાવી રહ્યા છે.

મારણને બાઇક સાથે બાંધીને ગેરકાનુની રીતે સિંહદર્શનનો વીડિયો વાયરલ થયો છે. મહત્વનું સમગ્ર મામલે મુખ્ય વન સંરક્ષકે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે આ વીડિયો લાઠી રેન્જના લુવારિયા વીડીનો હોવાનું સામે આવ્યો છે.

Leave Comments