મહીસાગરમાં વનવિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું, જાણો કેમ

February 17, 2019 1850

Description

મહીસાગરમાં વનવિભાગ દ્રારા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ.. મહીસાગરમાં વાઘ દેખાતા વનવિભાગ દ્રારા વાઘને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે.. ત્યારે વનવિભાગ દ્વારા મહીસાગરના સંતરામપુર, કડાણા અને લુણાવાડા વિસ્તારોમાં પાંજરા મૂકી દેવામાં આવ્યા છે..

વનવિભાગે જંગલની નજીક અને નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરીને રાત્રિના સમયે જૂથ બનાવી ચોકી કરવાનો આદેશ અપાયો છે.. ત્યારે આ વિસ્તારમાં જો કોઈ પશુને નુકસાન થશે તો વનવિભાગ દ્રારા સહાય ચૂકવવામાં આવશે.. જેમાં ગાય-ભેંસ માટે 30 હજાર, ઊંટ-ઘોડા માટે રૂ.25 હજાર, અને ઘેંટા-બકરા માટે રૂ.3 હજારની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવશે.

Tags:

Leave Comments