અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ખેડૂતોમાં બિસ્માર રસ્તાઓ પર રોષ

December 2, 2019 2300

Description

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાંચ ગામના લોકોએ બિસ્માર રસ્તાઓ પ્રશ્ને પાંચ ગામના સરપંચ સહિતના ખેડૂતોએ રસ્તાઓ પર અર્ધ નગ્ન અવસ્થામાં સરકાર વિરુદ્ધ સુત્રોચાર પોકાર્યા. અમરેલી કલેકટર કચેરી ખાતે ટોળા સ્વરૂપે આવીને કલેકટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોને પડતી યાતનાઓ અંગે રોષ ઠાલવ્યો હતો.

લાઠી તાલુકાના પ્રતાપગઢ, ભીંગરાડ, લુવારીયા આસોદર અને હરીપરના લોકોએ સરકારની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો. છેલ્લા દોઢ વર્ષથી પીડા ભોગવતા ખેડૂતો અને સ્થાનિકોએ અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે.

Leave Comments