ચીનમાં કોરોના વાયરસને લઈને ભારતમાં એલર્ટ

January 22, 2020 5015

Description

ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. જેમાં ચીનના હેલ્થ કમિશને મંગળવારે કહ્યું હતું કે, દેશમાં 440 લોકો કોરોના વાયરસની ઝપટમાં છે.

તો બીજી તરફ ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે દેશના સાત એરપોર્ટો- દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચેન્નઈ, બેંગાલારુ, હૈદરાબાદ અને કોચ્ચિ ખાતે ચીનથી આવનારા પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવાના નિર્દેશ આપ્યા છે.

સરકારે આ બીમારીના બચાવ માટેની એડવાઈઝરી પણ જાહેર કરી છે. તેના પ્રમાણે હોંગકોંગ સહીત ચીનના કોઈપણ એરપોર્ટ પરથી ભારત આવનારી ફ્લાઈટોમાં આ ઘોષણા કરવા માટે કહેવામાં આવ્યું છે કે, તાવ અથવા શરદીના લક્ષણો ધરાવતા કોઈપણ પ્રવાસી અથવા જે 14 દિવસની અંદર વુહાનના પ્રવાસે ગયા હોય તેમને એરપોર્ટ પહોંચવાની સાથે જ અધિકારીઓને આના સંદર્ભે સૂચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

જેથી તેમની તપાસ થઈ શકે. વુહાન શહેર સૌથી વધુ પ્રભાવિત છે. ચીનના કોરેના વાયરસને લઈ સાત એરપોર્ટો પર એલર્ટ બાદ હવે ગુજરાતમાં આનો પ્રવેશ થાય નહીં તેની તૈયારી શરૂ કરવામાં આવી છે. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે માહિતી આપી છે કે, કોરેના એક અલગ પ્રકારનો ન્યૂમોનિયા છે.

સંભવિત કેસોને ધ્યાનમાં લઈને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વાઈરસ હવાને લીધે ફેલાય છે. સ્વાઈનફ્લૂમાં રખાતી કાળજી કોરેનો વાયરસમાં રાખવી જોઈએ. આરોગ્ય મંત્રાલયે ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને ટ્રાવેલ એડવાઈઝરી પણ જાહેર કરી હતી.

પ્રવાસીઓને ચીનની મુલાકાત દરમિયાન કેટલીક સાવધાનીઓ દાખવવા માટે તાકીદ કરવામાં આવી છે. એરલાઈન્સના કર્મચારીઓને પણ આગ્રહ કરવામાં આવ્યો હતો કે તેઓ ફ્લાઈટમાંથી ઉતરતા પહેલા સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરવામાંપ્રવાસીઓની મદદ કરે.

જેથી ભરેલા ફોર્મેટને એરુપોર્ટ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચેક કરી શકાય. ભારતના આરોગ્ય મંત્રાલયે વિદેશ મંત્રાલયની પાસે એવા નાગરિકોની યાદી માંગી છે, જેમા મે 31 ડિસેમ્બર સુધી ચીનના વીઝા માટે અરજી કરી હતી.

આવા પ્રવાસીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવશે. જાપાન, થાઈલેન્ડ અને દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. ભારત સહીત એશિયાના છ દેશોએ આને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે 31 ડિસેમ્બરે ચીનમાં આ વાયરસની જાણકારી મળી હતી. વુહાનના સીફૂડ માર્કેટથી આ વાયરસ ફેલાયેલો હતો. તેના પછી માર્કેટને બંધ કરવામાં આવી હતી. ડબ્લ્યૂએચઓ પ્રમાણે કોરોના વાયરસ પણ સાર્સ જેટલો ખતરનાક છે. સાર્સે 2002માં ચીનને પોતાની ઝપટમાં લીધું અને 1400થી વધારે લોકોના મોત નીપજ્યા હતા.

Leave Comments