ખેડામાં ક્રેઈન અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં આવ્યો મોટો ખુલાસો

October 18, 2019 1385

Description

ખેડામાં ઠાસરા ST બસ અકસ્માત મામલે નવો વળાંક આવ્યો છે. ST બસ અકસ્માતમાં ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. બસ ડ્રાઈવરે ઓવર ટેક કરવા જતા કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા છે. બસનું એક પણ ટાયર ફાટ્યું નથી. મહત્વનું છે કે નિયમ પ્રમાણે લાંબા રૂટની બસ રૂટ પૂર્ણ કર્યા બાદ વર્કશોપમાં ચેક કરાવવાની હોય છે.

દુર્ઘટનાગ્રસ્ત બસ વર્કશોપમાં ચેક થઈ હતી કે કેમ તે પણ તપાસનો વિષય છે. અકસ્માત સર્જેલી બસનો પણ દાહોદથી કેશોદનો લાંબો રૂટ હતો. આ અકસ્માતમાં 20 લોકો ઈજાગ્રસ્ત, 6ની હાલત ગંભીર છે.

ડ્રાઇવરોના બેફામ ડ્રાઇવિંગ અને ખખડેલી એસટી બસોને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. એસટી તંત્રના વહીવટમાં ઉણપ અને લાલીયાવાડીના કારણે એસટી બસ લોકોના જીવના જોખમ સમાન બની ગઇ છે.

અને આજે મોટી સંખ્યામાં ખખડધજ એસટી બસો રોડ પર યમદૂત બનીને ફરી રહી છે. નક્કી ધારાધોરણ અનુસાર 8 લાખ કિલોમીટર ફરી ચૂકેલ બસને અનફીટ ગણી તેને રોડ પર ફરતી બંધ કરી દેવાની હોય છે. છતાં પણ નિયમ વિરૂદ્ધ ઘણી ખખડી ગયેલી એસટી બસો દોડી રહી છે. અને મેન્ટેન્સના અભાવે આ રીતની દુર્ઘટનાઓ સર્જાય છે.

Leave Comments