કચ્છના અબ્દુલ ગફુર ખત્રી જેમને હસ્તકારીગરી ક્ષેત્રે પદમશ્રી એવોર્ડ

January 27, 2019 890

Description

પ્રજાસત્તાક દિન પૂર્વે ગુજરાતની 7 હસ્તીઓને પદમશ્રી એવોર્ડ એનાયત કરાયા. જેમાંથી એક છે અબ્દુલ ગફુર ખત્રી. જેમને હસ્તકારીગરી ક્ષેત્રે અનોખા પ્રદાન બદલ પદમશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અબ્દુલ ગફુર ખત્રી રોગન આર્ટ કલા સાથે જોડાયેલા છે. જે વર્ષોજુની પરંપરાગત હસ્તકળા છે.

ભારતમાં એકમાત્ર કચ્છના નિરોણામાં અબ્દુલ ગફુર ખત્રીના પરિવારજનો દ્વારા આ હસ્તકલા જીવંત રાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યારે અબ્દુલ ગફુર ખત્રીનુ પરિવાર ૩૦૦ વર્ષથી રોગન આર્ટ કલા સાથે જોડાયેલુ છે. અબ્દુલગફુર ખત્રીને પદ્મ શ્રીએવોર્ડથી નવાજાતા પરિવારજનોમા ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.

Leave Comments