જૂનાગઢ સિવિલ ડોક્ટરોની ટીમ યુવાનના જીવન માટે તારણહાર બની

March 18, 2020 1565

Description

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ એક યુવાનના જીવન માટે તારણહાર બની છે. તેમાં જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા યુવાને કોઇ કારણોસર કપાસમાં નાખવાની ઝેરી દેવા પી લીધી હતી. જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર દરમ્યાન યુવકનું હૃદય બંધ પડી જતા ડોક્ટરો દ્વારા કૃત્રિમ હૃદયના ધબકારા આપીને યુવકને નવુ જીવન આપવામાં આવ્યું છે. જેમાં યુવકના પરિવારે પણ ડોક્ટરોનો આભાર માન્યો છે. આજે ડોક્ટરના અથાક પ્રયત્ને યુવકને તેનું નવજીવન મળ્યું છે.

Leave Comments