તાપીના કુકરમુંડામાં આર.આર.સેલની ટીમે રૂપિયા રૂ.8 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. આઈશર ટેમ્પોમાં શેરડીના કચરાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. મધ્ય પ્રદેશથી આ દારૂનો જથ્થો નડિયાદના બોરસદ ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે આર.આર.સેલની ટીમે ટેમ્પોને અટકાવી તપાસ કરતાં તેમાંથી વિવિધ બ્રાન્ડનો 4 હજાર 426 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યાં. સાથે જ રૂપિયા 8 લાખની કિંમતનો દારૂ તેમજ આઈશર ટેમ્પો મળી કુલ રૂપિયા 18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Leave Comments