ભાવનગરમાં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું કરવામાં આવ્યું આયોજન

August 25, 2019 1070

Description

દેશભરમાં જન્માષ્ટમી ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ ત્યારે ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભાવનગરમાં યોજાયેલા આ મેળામાં 3 દિવસ સુધી અલગ અલગ ગુજરાતી પ્રસિધ્ધ કલાકારો દ્વારા ભાવનગરની પ્રજાને મનોરંજન પુરૂ પાડવામાં આવ્યું છે .

ભાવનગરમાં 23થી 25 ઓગષ્ટ દરમ્યાન લોકમેળાનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમાં ખાણીપીણીના સ્ટોલથી લઇને વિવિધ રાઇડ્સ બાળકોને ખુબ જ પસંદ પડી હતી.

તો સુરીલા કંઠે ગાનાર એવા લોકકલાકાર ગીતા રબારીના ભજનોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છેકે પહેલી વખત લોકમેળામાં યુવાનો માટે અલાયદો સેલ્ફિઝોન પણ બનાવવામાં આવ્યો હતો. ભાવનગરની કલાપ્રેમી પ્રજા માટે યોજવામાં અવતો આ લોક્મેળો આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.

Leave Comments