ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે 92 જેટલા સારવાર કેન્દ્રો ખોલાયા

January 14, 2020 1640

Description

મકર સંક્રાતિ નિમિત્તે સરકારના કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરવા માટે જિલ્લામાં 92 જેટલા સારવાર કેન્દ્રો ખોલાયા છે. અનેક વિવિધ સેવાભાવી સંસ્થાઓ વન વિભાગ વહીવટીતંત્ર અને પોલીસે વિભાગની મદદથી આ અભિયાનનો આરંભ કરાયો છે.

જેમાં ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુ સમાયો છે. જોકે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધને લઈને વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. અને કરુણા અભિયાન અંતર્ગત લોકોને પણ અપીલ કરાઈ છે કે, આ ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર મળે તે માટે કરુણા અભિયાનમાં જોડાવો.

Leave Comments