સ્વાઈન ફ્લુનો કહેર યથાવત, સ્વાઈન ફ્લૂથી કુલ 63નાં મોત

March 2, 2019 1835

Description

રાજ્યમાં સ્વાઇનફ્લૂને નાથવામાં આરોગ્ય વિભાગ નિષ્ફળ નીવડ્યુ છે. સ્વાઇનફલૂના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સ્વાઇન ફ્લૂના વધુ 95 કેસ નોંધાયા. અત્યારસુધીમાં 104 લોકો સ્વાઇન ફ્લૂને લીધે મોતને ભેટ્યા. જ્યારે સૌરાષ્ટ્રમાં સ્વાઇનફ્લૂનો કહેર વધી રહ્યો છે.

જામકંડોરણાના એક પુરુષ, રાજ સમઢીયાળાના વૃદ્ધા અને રાજકોટની 55 વર્ષીય મહિલાનુ મોત થયુ છે. ચાલુ વર્ષે રાજકોટમાં સ્વાઇનફ્લૂથી 63 લોકોના મોત થયા. આ ઉપરાંત રાજ્યમાં 853 દર્દીઓ સ્વાઇનફ્લૂની સારવાર હેઠળ છે. અમદાવાદમાં 32, ભાવનગરમાં 20 જ્યારે જૂનાગઢ અને રાજકોટમાં સ્વાઇનફ્લૂના 5 અને 7 કેસ નોંધાયા છે. મહેસાણા, અમરેલી અને જામનગરમાં સ્વાઇનફ્લૂના 3-3 કેસ નોંધાયા.

 

Leave Comments