આ મજૂર 60 વર્ષની ઉંમરે મહિને કમાઇ છે 1 થી 1.50 લાખ રૂપિયા

August 27, 2019 2285

Description

તમે મજૂરો તો કેટલાય જોયા હશે. મજૂરની દૈનિક આવક 200, 500, 1000 સુધીની હોય તેવું તમે સાંભળ્યું હશે. પરંતુ એક મજુરની આવક રોજની ત્રણથી લઈ પાંચ હજાર સુધીની છે પણ આ વાત તમને માનવામાં નહીં આવે. જી હા આ મજુર શું કામ કરે છે કેવી રીતના આવક કરે છે. આ તમામ સવાલોનો જવાબ અમે જણાવવા જઇ રહ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર ગામમાં રણછોડભાઈ ઉર્ફે બાઘાભાઇ વાડોદરિયા કરીને એક વ્યક્તિ રહે છે. આ રણછોડભાઈ પોતાની બુદ્ધિ વાપરી અને મોટરસાયકલ પર દવા છાંટવાનો પ્રેસર પંપ બનાવ્યો છે.

રણછોડભાઈ દિવસો સુધી ચાલનારા કામને ગણતરીની કલાકોમાં પૂરા કરી દે છે. ખેડૂતોને પોતાના પાકમાં દવાનો છંટકાવ કરવાનું કામ અન્ય મજુર બે ચાર દિવસમાં પુરું કરે અને જે પૈસા થાય તેનાથી ઓછા પૈસામાં રણછોડભાઈ કલાકોની અંદર કામ પૂર્ણ કરી દે છે.

રણછોડભાઈ કપાસ અને મગફળીની દવાનો છટકાવ કરી આપે છે. દવા પાણી જેવી તમામ સામગ્રી ખેડૂતનું હોય છે રણછોડભાઈ પોતાના મોટરસાયકલ મારફતે દવાનો છંટકાવ કરે અને એક વીઘાના 50 રૂપિયા લે છે.

દરરોજ 80થી લઈ 100 વીઘા ખેતરની અંદર દવાનો છંટકાવ કરી આપે છે. જેથી ત્રણથી પાંચ હજાર સુધીની રોજ કમાણી કરે છે. આનાથી ખેડુતોને પણ ફાયદો થાય છે. વીસેક વીઘા ખેતરમાં દવાનો છંટકાવ કરતા એક મજૂરને ત્રણેક દિવસનો સમય લાગે છે, જ્યારે રણછોડભાઈ માત્ર બે-ત્રણ કલાકમાં દવા છાંટી દે છે. જેથી રણછોડભાઈને એટલું બધું કામ રહે છે કે તે પોતાના ગામ સિવાય અન્ય ગામમાં દવા છટકાવની મજુરી માટે પહોંચી શકતા નથી. રાણપુરના મોટા ભાગના ખેડૂતો રણછોડભાઈ પાસે જ દવાનો છટકાવ કરાવે છે

હવે તમે જાતે જ વિચાર્યુંને કે મજૂર પણ દરરોજ ત્રણથી પાંચ હજાર કમાઈ શકે છે. પરંતુ તેના માટે તેને બુદ્ધિનો ઉપયોગ કરવો પડે તેમ છે. એટલે કે કહેવત છે ને કે પંડ કામ કરે પૈસા વાળા ન થવાય આમ 60 વર્ષની ઉંમરે પણ માસિક એકથી દોઢ લાખ રૂપિયાની ખેત મજૂરી કરી રેકોર્ડ સર્જી દીધો છે.

Leave Comments