60 દેશના 138 ડેલીગેટ્સનું પ્રતિનિધિ મંડળ સાબરકાંઠાના પુંસરીની મુલાકાતે

September 30, 2018 5825

Description

60 દેશના 138 ડેલીગેટ્સનું પ્રતિનિધિ મંડળ સાબરકાંઠાના પુંસરીની મુલાકાતે. પુંસરીમાં સેનીટેશનની વ્યવસ્થા, સામુહિક અને મોબાઈલ શૌચાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, CCTV, વહીવટી વ્યવસ્થા, આંતરિક બસ વ્યવસ્થા, ડિજિટલ લાયબ્રેરી સહિતની વિવિધ સુવિધાઓના અભ્યાસ માટે ડેલિગેશન પુંસરી પહોંચ્યું.

આ ઉપરાંત પુંસરીમાં પ્રતિનિધિ મંડળના રોડ શૉનું પણ આયોજન કરાયું. આ દરમિયાન ઉઝબેકિસ્તાનના નાયબ વડાપ્રધાન સહિત 46 દેશના મંત્રીઓ પુંસરી ગામ પહોંચ્યા.. જેમાં સિંગાપુર, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભુતાન, કેન્યા, માલદીવ, મ્યાનમાર, નેપાળ સહિત 60 દેશના નેતાઓનો સમાવેશ થાય છે.

Leave Comments