12 – 13 જાન્યુ.એ સૌરાષ્ટ્ર – ઉ.ગુજરાતમાં મવઠાની શક્યતા

January 12, 2020 440

Description

રાજ્યમાં 12 અને 13 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા છે. માવઠાને પગલે 48 કલાક કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ માવઠાની આગાહીને લઇને ખેડૂતો ફરી એકવાર ચિંતાતુર થયા છે.

કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની દહેશત વર્તાઇ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠાની આગાહી કરવામાં આવી છે. એક તરફ ખેડૂતો માંડ શિયાળુ પાકનું વાવેતર કરી શક્યા છે. તેવામાં માવઠાનો મારની આગાહી કરતા ખેડૂતોની સ્થિતિ કફોડી બને તેવા એંધાણ વર્તાયા છે.

 

 

Leave Comments