ખેડૂતોના ન્યાય માટે સોમનાથથી દ્વારકા સુધી 11 દિવસ બાઈક રેલી

December 2, 2019 155

Description

ખેડૂતોના ન્યાય માટે ખેડૂત એક્તા મંચ દ્વારા 11 દિવસની બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથથી દ્વારકા સુધી 11 દિવસ આ બાઈક રેલી ચાલશે. ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીના નેતૃત્વમાં 100 જેટલા ખેડૂતો પણ આ બાઈક રેલીમાં જોડાયા છે.

ખેડૂતો માટે સરકાર નીતિ બનાવે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતો અને આગેવાનોનું કહેવું છે કે વીમાના નામ પર કરોડો રૂપિયા કંપનીઓ ઉઘરાવે છે. અને નુકશાનીના સમયે વળતર નથી આપતી ત્યારે સરકાર વીમા કંપીઓ પર આકરા પગલાં લે તેવી માંગ છે. અને ખેડૂતોના ખાતામાં પાકવીમા પૈસા જમા થાય તેવી માંગ કરી રહ્યાં છે.

Leave Comments