પોરબંદરના દરિયામાં 108 બોટે બચાવ્યો વિદેશી નાગરિકનો જીવ

January 12, 2019 710

Description

પોરબંદરના દરિયામાં 108 બોટ એમ્બ્યુલન્સની ઉમદ્દા કામગીરી સામે આવી છે. 108 બોટ એમ્બ્યુલન્સે પોરબંદરમાં મધદરિયે ફિલિપાઈન્સના એક નાગરિકનો જીવ બચાવ્યો. પોરબંદરથી દરિયામાં 6 નોટિકલ માઈલ દૂર પનામાની ગ્લોરીસ્કાય નામની શીપના ક્રૂ મેમ્બરની તબિયત લથડતા 108 બોટ એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી. જેમાં 108ના કર્મચારીઓએ મધદરિયે શીપના કર્મચારીની સારવાર કરી હતી. જેને લીધે કર્મચારીનો જીવ બચી ગયો હતો. લોકોએ પણ 108ની આ કામગીરીને બીરદાવી.

Leave Comments