Other Cities

new video Watch Video
ક્રાઇમ એલર્ટમાં જુઓ સુરત, નવસારી અને અમદાવાદની ગુનાખોરીનો રિપોર્ટ 25.09.20

પહેલા તેણે ચોરી કરી. અને ચોરી કરતા રંગે હાથ ઝડપાઇ ગયો. અને પછી ખાખીની સામે જ તેણે પોતાનુ ગળુ ચીરી નાંખ્યું. પરંતુ મૃતકની માતાનો આરોપ છે કે આ આત્મહત્યા નહીં. પરંતુ હત્યા છે. અમદાવાદના સેટેલાઇટમાં થયેલા હનીટ્રેપ મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અને તે આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ગેંગે અત્યાર […]

watch video
new video Watch Video
મોરબીમાં ખાનગી હોસ્પિટલની બેદરકારી

મોરબીમાં ખાનગી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. કોરોનાના મૃતદેહને યોગ્ય રીતે નથી કરાતા પેક. ન.પા.ના સ્ટાફને પેક કર્યા વગર અપાયો મૃતદેહ. પ્રભાત હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ થયો.

watch video
new video Watch Video
જામનગરમાં બુટલેગરોનો આતંક

જામનગરમાં બુટલેગરોનો આતંક સામે આવ્યો છે. મારામારીના વીડિયો CCTV આવ્યા સામે. શંકર ટેકરીના સુભાષ પરાની ઘટના છે. બુટલેગરોને પોલીસનો નથી રહ્યો ખોફ.

watch video
new video Watch Video
મહેસાણાના ધરોઈ નાયબ ઈજનેર કચેરીએ વિરોધ

મહેસાણાના ધરોઈ નાયબ ઈજનેર કચેરીએ વિરોધ. દાંતાના અસરગ્રસ્ત લોકોનું આંદોલન. જમીનના હકને લઈને 500થી વધુ લોકોનો વિરોધ નોંધાવ્યો. સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

watch video
new video Watch Video
ડીસા – રાધનપુર હાઈવે પર હિટ એન્ડ રન

બનાસકાંઠા : ડીસા – રાધનપુર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. યુવકનું અજાણ્યા વાહનના ટક્કરે થયુ મોત. માલગઢ પાટિયા પાસે બન્યો બનાવ બન્યો. સ્થાનિકોએ ઘટના અંગે પોલીસને કરી જાણ.

watch video
new video Watch Video
હિંમતનગરના હાથરોગ ગામે સ્વૈચ્છિક લૉકડાઉન

હિંમતનગરના હાથરોગ ગામે સ્વૈચ્છિક લૉકડાઉન. હાથરોલમાં કોરોનાના 16 કેસ નોંધાતા નિર્ણય લેવામાં આવ્યો છે. ગામમાં અવરજવર અને દુકાનો બંધ કરી દેવાઈ છે. લોકોને ઘરમાં જ રહેવા કરાઈ અપીલ કરાઈ.

watch video
new video Watch Video
કચ્છના મુન્દ્રામાં 2 સમાજના લોકો બાખડ્યા

કચ્છના મુન્દ્રામાં 2 સમાજના લોકો બાખડ્યા. નદી વાળા નાકા પાસે બની ઘટના. સામાન્ય બોલાચાલી બાદ મારામારી થઈ. પોલીસે 7 લોકો સામે નોંધી ફરિયાદ.

watch video
new video Watch Video
વલસાડ નવી સરકારી હોસ્પિટલના બાંધકામમાં ખામી

વલસાડ નવી સરકારી હોસ્પિટલના બાંધકામમાં ખામી જોવા મળી. રૂ.167.92 કરોડના ખર્ચે બનેલી બિલ્ડીંગમાં ખામી જોવા મળી છે. કેગના અહેવાલમાં સામે આવી હકીકતો. ખામીયુક્ત બાંધકામના કારણે ભોંયતળિયે ભરાયું પાણી. PUIએ બિલ્ડીંગનું પ્લીન્થ 90 મીટરનું સૂચવ્યું હતું. બાંધકામ એજન્સીએ પ્લીન્થ લેવલ 15 મીટર જ રાખ્યું. રેડીયોલોજી માટે રૂ.6.07 કરોડના ખર્ચે નવું બિલ્ડીંગ બનાવ્યું.

watch video
new video Watch Video
“બેટી બચાઓ, બેટી પઢાઓ”ના નામે ખિસ્સા ખંખેરતી ટોળકી

બેટી બચાઓ, બેટી પઢાઓના નામે ખિસ્સા ખંખેરતી ટોળકી સક્રિય થઇ. બે લાખની સહાય મળતી હોવાનુ જણાવી લોકો પાસે ફોર્મ ભરાવ્યા.

watch video
new video Watch Video
જેતપુર ખેડૂત સમાજ દ્વારા કૃષિ બિલનો વિરોધ

જેતપુર ખેડૂત સમાજ દ્વારા કૃષિ બિલનો વિરોધ કરવામાં આવ્યો. વિવિધ જણસીઓ અને શાકભાજી હાથમાં લઇને ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા. જય જવાન જય કિસાનના નારા લગાવીને ખેતપેદાશને નજર લાગી હોવાનુ જણાવ્યુ. આ બિલથી ખેડૂતો અને નાના વેપારીઓને નુકસાન થશે. મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવતુ બિલ હોવાના આક્ષેપ કર્યા.

watch video
new video Watch Video
“સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

દાહોદમાં “સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર જોવા મળી છે. PM કિસાન સન્માન નિધિ કૌભાંડના ગાંધીનગરમાં પડઘા પડ્યા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા તપાસના આદેશ. દાહોદમાં PM કિસાન યોજનામાં સામે આવ્યું કૌભાંડ.

watch video
new video Watch Video
પાટણના સરસ્વતીમાં ખેડૂતોનો વિરોધ

પાટણના સરસ્વતીમાં ખેડૂતોનો વિરોધ નોંધાવવામાં આવ્યો. 72 ગામને અછતગ્રસ્તમાંથી બાકાત રાખતા વિરોધ નોંધાવ્યો. નિષ્ફળ પાકની હોળી કરી ખેડૂતોનો વિરોધ છે. અછતગ્રસ્ત જાહેર નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

watch video