રાજ્ય સરકાર આજે પ્રદર્શનકારીઓ સાથે કરી શકે છે બેઠક

February 19, 2020 830

Description

ગાંધીનગરમાં સાચા આદિવાસીઓના ધરણાં ચાલી રહ્યા છે. ત્યારે સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ દ્ગારા વિરોધ યથાવત છે. જેમાં રાજ્ય સરકાર આજે પ્રદર્શનકારીઓ સાથે બેઠક કરી શકે છે. જેમાં સૂત્રો અનુસાર સરકારે સાચા આદિવાસી લોકોને બેઠક માટે બોલાવ્યા છે.

અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્ર રદ કરવા માગ કરાઈ છે. જેમાં ખોટા પ્રમાણપત્ર આપનાર અને લેનાર સામે ફરિયાદ કરવા માગ કરી અને ખોટા પ્રમાણપત્ર રદ નહીં થાય ત્યાં સુધી વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે.

Leave Comments