મહિસાગરમાં દેખાયેલો વાઘ આ પાડોશી રાજ્યનો હોવાનો અનુમાન

February 12, 2019 935

Description

મહિસાગરમાં વાઘ દેખાવાની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. જેને લઈને રાજ્યના વનમંત્રી ગણપત વસાવાએ બોલાવી તાકીદની બેઠક પણ બોલાવી લીધી છે.

બેઠકમાં રાજ્યના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ મામલે વનવિભાગે પ્રતિક્રીયા આપતા જણાવ્યું કે, ગુજરાત માટે ખૂબ આનંદની વાત છે અગાઉ 25 જેટલા મારણ પણ થયા હતા. 7થી 8 વર્ષનો વાઘ મહિસાગરમાં જોવા મળ્યો છે ગુજરાતની આસપાસ MP, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વાઘ છે.

MPના ઉજ્જૈનની આસપાસથી વાઘ ગુમ થયાના મેસેજ હતા, ત્રણેય રાજ્યો સાથે ગુજરાત વન વિભાગ સંપર્ક કરશે. વાઘ માટે કામ કરતી સંસ્થાને અમે જાણ કરીશું. સાવચેતી માટે સ્થાનિકોને જાગૃત કરીશું અને વાઘને લઈને સરવે કર્યા બાદ તેને રાખવા અંગે કાર્યવાહી થશે, ભારત સરકાર દર 4 વર્ષે સરવે કરાવે છે. છેલ્લે 1989માં ડાંગમાં વાઘ દેખાયા હતા

Leave Comments