કોંગ્રેસનું આંદોલન રાજકીય નાટક : ડે.CM નીતિન પટેલ

November 8, 2019 785

Description

કૃષિ વિભાગની બેઠક બાદ ડે.CM નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યુ કે, લાંબા સમય સુધી વરસાદ થયો છે પાણી નિકાલની વ્યવસ્થા ન હોય ત્યાં વધુ નુકસાન છે. નીચાણવાળા વિસ્તારમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે

‘CMના નિર્ણય પ્રમાણે પાક નુકસાન અંગે સહાય આપવામાં આવશે’ નુકસાની અંગે સરવે કરી વળતર માટે રિવ્યુ બેઠક મળી. 5 લાખ કરતા વધુ હેક્ટરમાં નુકસાનીના આંકડા આવ્યા છે 3 લાખ હેક્ટર જેટલી જમીનનો સરવે થઈ ચુક્યો છે જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને વળતર ચુકવાશે પાકવીમાના ખેડૂતોને લાભ અપાવવા કંપની સાથે સરકાર સંકલનમાં

ગત વર્ષે રૂ.2600 કરોડની સહાય ચુકવાઈ ગઈ છે એક અઠવાડિયામાં સરવે પૂર્ણ કરવા સૂચના મળી છે. ખેડૂતોનો સહયોગ કોંગ્રેસને મળ્યો જ નથી કોંગ્રેસનું આંદોલન રાજકીય નાટક છે. 22 જિલ્લામાં સરવેની કામગીરી ચાલી રહી છે

Leave Comments