પ્રાથમિક શિક્ષકોને માથે વધુ એક જવાબદારી

January 24, 2020 635

Description

રાજ્યના પ્રાથમિક શિક્ષકોને માથે વધુ એક જવાબદારી ઠોકી બેસાડવામાં આવી છે. ત્યારે હવે શિક્ષકો બાળકોને ભણાવવાને બદલે અભણોને શોધવા જશે. કારણકે સંયુક્ત શિક્ષણ નિયામકે શિક્ષકોને નિરક્ષરો શોધવાની જવાબદારી સોંપી છે.

ઘરે-ઘરે જઈને નિરક્ષરોને શોધીને તેની ઓનલાઈન એન્ટ્રી કરવાની જવાબદારી શિક્ષકોને સોંપાઈ છે. ઘરના સભ્યોની માહિતી અને તે પૈકી કેટલા નિરક્ષરો છે તેની માહિતી ભેગી કરવી પડશે.

મહત્વનું છે કે અગાઉ પણ શિક્ષકોને સરસ્વતી સાધના યોજના હેઠળ અપાયેલી સાયકલ શોધવાની, તેમજ તીડ ભગાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે હવે નિરક્ષરોને શોધવાની જવાબદારી શિક્ષકોને માથે નાખવામાં આવી છે.

Leave Comments