રાજ્યમાં કથળેલા શિક્ષણનું સ્તર સુધારવા લેવાયો મહત્વનો નિર્ણય

December 14, 2018 2240

Description

રાજ્યમાં કથળેલા શિક્ષણનું સ્તર સુધારવા માટે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ 3 થી 8ના 38 લાખ વિદ્યાર્થીઓની સાપ્તાહિક કસોટી લેવાશે. સર્વશિક્ષા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે આ પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

22 ડિસેમ્બરથી આ સાપ્તાહિક કસોટીની રાજ્યમાં શરૂઆત કરવામાં આવશે. આ પરીક્ષા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં લેવામાં આવશે. સાથે જ પરીક્ષાના ગુણાંક જાહેર રજા સિવાયના શનિવારે વિદ્યાર્થીઓને અપાશે.

Leave Comments