ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે રૂપાણીઅે યોજી તાકીદની બેઠક

August 18, 2018 2600

Description

રાજયમાં ભારે વરસાદની સ્થિતી ઉભી થતા રાજય સરકાર સક્રિય થઇ છે. મુખ્યપ્રધાન રૂપાણીએ તાત્કાલિક ધોરણે સમીક્ષા બેઠક યોજી છે.  મુખ્યમંત્રી નિવાસ સ્થાને તમામ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઈને બેઠક યોજી છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તેના ભાગરૂપે આ બેઠકમાં તંત્રની તૈયારી અંગે ચર્ચા કરાઇ છે. બેઠકમાં  રાહત કમિશ્નર – રાહત નિયામક – મહેસુલ સચિવ – એનડીઆરએફ – ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા છે.

Leave Comments