ગાંધીનગરમાં 40થી વધુ વિદ્યાર્થીનીઓને હોસ્ટેલ ખાલી કરવા આદેશ

November 19, 2018 7580

Description

ગાંધીનગરમાં પોલિટેકનિકમાં અભ્યાસ કરતી 40થી વધુ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા આદેશ આપ્યો છે. તમામ વિદ્યાર્થીનીઓને અમદાવાદ આરસી ટેક્નિકલ હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે વિદ્યાર્થીનીઓ દ્રારા ગાંધીનગરમાં જ રહેવાની વ્યવસ્થા કરવાની માંગ કરાઇ છે. અને યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ગાંધીનગરમાં હોસ્ટેલ જર્જરિત હોવાથી તંત્ર દ્વારા સલામતીના ભાગ રૂપે આ નિર્ણય છે. ત્યારે વિદ્યાર્થીનીઓએ ગાંધીનગરમાં જ રહેવાની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે. પ્રસાશનના જણાવ્યા મુજબ વિધાર્થીનીઓના હિતમાં પરીક્ષા સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. અને માર્ગ મકાન વિભાગ સાથે ચર્ચા કરી વધુ કાર્યવાહી કરવામાં આવશે.

Leave Comments