LRD ભરતી વિવાદ: પ્રદીપસિંહ સાથે મુલાકાત બાદ અનામત વર્ગની મહિલાઓનું આંદોલન પૂર્ણ

February 19, 2020 1355

Description

ગુજરાત સરકાર માટે આજે એક મોટા મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં છેલ્લા 72 દિવસથી ચાલી LRD ભરતી મામલે અનામત અને બિન અનામત વર્ગની વિદ્યાર્થિનીઓ આંદોલન કરી રહી હતી. જેના ભાગરૂપે રાજ્ય સરકારે જૂના પરિપત્રને રદ્દ કર્યા સિવાય વચલો રસ્તો કાઢ્યો હતો.

ત્યારબાદ બિન અનામત વર્ગે આંદોલન સમેટી લીધું હતું. LRD ભરતી મામલે દરેક વર્ગ માટે નીતિન પટેલે મોટી જાહેરાત કરીને ભરતીની તમામ જગ્યાઓ વધારી આપી હતી. તેમ છતાં અનામત વર્ગે જૂના પરિપત્રને રદ્દ કરવાની જીદ્દ પકડી રાખી હતી.

હાલ ગાંધીનગરથી ગુજરાત સરકાર માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરમાં બિન અનામત વર્ગનું આંદોલન બાદ અનામત વર્ગની મહિલાઓએ પણ આંદોલન પૂર્ણ કરી દીધું છે. છેલ્લા 72 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલાઓનું આંદોલન ચાલી રહ્યું હતું.

ત્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે અનામત વર્ગની મહિલાઓએ મુલાકાત કર્યા બાદ તેમને આંદોલન સમેટવાનો નિર્ણય કર્યો હતો. તેમ છતાં હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, કેટલાક લોકોને આંદોલન ચાલુ રાખવામાં રસ છે.

Leave Comments