રશિયામાં ડાયમંડના અભ્યાસ માટે સરકારે અગ્રણીઓની માગી યાદી

August 12, 2019 935

Description

હાલ સીએમ વિજય રૂપાણી રશિયાના પ્રવાસે છે. ત્યારે હીરા ઉદ્યોગકારોના ડાયમંડના અભ્યાસ માટે સુરત ડાયમંડ એસોસિએશન પાસેથી ઉદ્યોગ અગ્રણીઓના નામની યાદી માંગી છે.

હવે ઉદ્યોગપતિઓ રશિયા જઇ ડાયમંડ નીતિનો અભ્યાસ કરશે. ઉલ્લેખનિય છે કે GSTના અમલ પછી ડાયમંડ ઉદ્યોગ અસરગ્રસ્ત છે. તથા વિવિધ દરના કારણે હીરા ઉદ્યોગની ITC ક્રેડિટ અટકી છે.

જેના નિરાકરણ માટે અવાર-નવાર ઉદ્યોગકારોએ ડાયમંડ એસોસિએશનની અધ્યક્ષતામાં રજુઆત કરી છે. તો સાથે ગાંધીનગર અને દિલ્હી ખાતે પણ રજૂઆતો કરી છે.

Leave Comments