લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત ભાજપમાં તૈયારીનો ધમધમાટ

February 5, 2019 605

Description

લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ગુજરામાં ભાજપ દ્વારા ‘મન કી બાત મોદી કે સાથ’ રથનું CM વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવશે.

મહત્વનું છે કે 26 લોકસભા બેઠક મુજબ આ રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે. સાથે જ આ રથમાં ભાજપના સંકલ્પ પત્રને લઈને સૂચન પેટી પણ મુકાશે. જેમાં દરેક વ્યક્તિ મેનિફેસ્ટો અંગે પોતાનું સૂચન આપી શકશે.

મહત્વનું છે કે આગામી લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપ પણ ચૂંટણીને લઈને કોઈ પણ પ્રકારની કચાસ રાખવા નથી માગતું.

Leave Comments