ભરતી પ્રક્રિયા શરૂ નહીં થતા TET પાસ બેરોજગારો દ્ગારા ધરણાં

February 22, 2020 1700

Description

રાજ્યમાં એક બાદ એક આંદોલનો ઉઠતાં સરકાર એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. LRD બાદ હવે ટેટ પાસ ઉમેદવારો મેદાને આવ્યા છે. ટેટ પાસ ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મંડપ બનાવી વિરોધ શરૂ કર્યો છે.

મહત્વનું છે કે સરકાર દ્વારા 3 મહિના અગાઉ 3 હજાર વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ભરતી પ્રક્રિયા શરૂ ન થતાં ટેટ પાસ ઉમેદવારો દ્વારા ધરણાં યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો.

 

 

Leave Comments