ગાંધીનગરમાં પોણા બે માસની બાળકીનું મોત, રસીના કારણે મોતનો આક્ષેપ

October 25, 2018 1415

Description

ગાંધીનગરમાં પોણા બે માસની દીકરીનુ મોત થયુ. સેક્ટર 20માં શ્રમિક પરિવારની દિકરીનુ અવસાન થયુ. રસી આપવાથી બાળકીનુ મોત થયુ હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે. બુધવારે બપોરે 12 વાગ્યે બાળકીને પંચગુણી રસી આપવામાં આવી હતી.

ઘટનાને પગલે મનપા આરોગ્યની ટીમ પરિવારના ઘરે પહોંચી હતી. મનપા આરોગ્ય વિભાગ દ્વારા બાળકીને બુધવારના રોજ રસીકરણ કરવામાં આવ્યુ હતુ. આરોગ્યની ટીમે બાળકીના પીએમ માટે વિનંતી કરી હતી પરંતુ પરિવારે પીએમ કરવાનો ઇન્કાર કરી દીધો.

Leave Comments