અલ્પેશ મુદ્દે કોંગ્રેસનું ડેલિગેશન વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરશે

May 8, 2019 1445

Description

કોંગ્રેસ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ્દ કરવા માટે ફરીથી રજૂઆત કરશે. કોંગ્રેસનું ડેલિગેશન વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિતનું પ્રતિનિધી મંડળ અધ્યક્ષ સાથે મુલાકાત કરશે. મહત્વનુ છે કે, રજૂઆત મામલે વિધાનસભા અધ્યક્ષે બપોરે એક વાગ્યાનો મુલાકાતનો સમય આપ્યો છે.

વિધાનસભા અધ્યક્ષે અલ્પેશ ઠાકોરને ગેરલાયક ધારાસભ્ય મામલે નિવદેન આપ્યુ હતું કે, અલ્પેશ ઠાકોર અંગેના દસ્તાવેજો મારી પાસે આવશે અને દસ્તાવેજોના આધારે કાયદેસરની કાર્યવાહી થશે.

Leave Comments