વિજય રૂપાણીએ ગુજરાતને ખુશ કરી દીધું! જાહેરાત કરી 14000 કરોડ રૂપિયાના રાહત પેકેજની

June 4, 2020 3215

Description

આજે નીતિન પટેલે કહ્યું હતું કે, એક નવા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યારે સીએમ રૂપાણીએ રાજ્યના લોકો માટે 14 હજાર કરોડનો પટારો ખોલ્યો હતો અને રાહત પેકેજની જાહેરાત કરી છે. આ રાહત પેકેજમાં કરવામા આવેલી વાત અનુસાર નાની દુકાનો, પ્રોવિઝન, સ્ટોર, મોબાઈલ, મેડિકલ… વગેરેમાં 3 મહિના માટે વીજદર 15 ટકા લેવામાં આવશે. 30 લાખ દુકાનદારો કારીગરોને પણ લાભ મળવાનો છે. આ રીતે 80 કરોડનો લાભ મળશે.

100 યુનિટ સાથે વીજબીલ માફ કરી દેવામાં આવશે. 200 યુનિટનો વપરાશ કરનારને 100 યુનિટનો લાભ મળશે. તેમજ વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં પણ 20 ટકાની માફી મળી છે. આ પેકેજ અનુસાર 92 લાખ ગ્રાહકોને ફાયદો થશે.

એ સિવાય ટ્રાન્સપોટેશનમાં રાહત આપતા રૂપાણીએ વાત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા લક્ઝરી, કોન્ટ્રાક્ટબેઝ બસો વગેરે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો ટેક્સ માફ કરવાં આવશે. 230 કરોડનો રોડટેક્સ માફ કર્યો. 460 કરોડ રૂપિયા બાકી લેણાં પેનલ્ટી વ્યાજ વગેરેમાં માફી મળશે. 92 લાખ વિજધારકો માટે 100 યુનિટ સુધીનું વીજબિલ માફ કરી દીધું છે.

Leave Comments