રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર

January 5, 2020 2015

Description

રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. વધુ એક વખત કમોસમી વરસાદની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં પેઠો છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદને લઈને એક આગાહી કરી છે. હવામાન વિભાગના મતે, આગામી 7થી 8 તારીખે વાતાવરણમાં પલટો આવશે.

હવામાન વિભાગના મતે, રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે, જેના કારણે રોકડિયા પાકોને મોટું નુકસાન પહોંચી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીના પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યભરમાં હાલ કાતિલ ઠંડીથી લોકો થથરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં ઠંડમાં વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનનું જોર વધ્યું છે જેની અસરથી નવા વર્ષથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયા છે.

આગામી બે દિવસ સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહ્યાં બાદ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે 8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. 7 જાન્યુઆરીએ વલસાડ-ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે. શનિવારે પણ અમદાવાદમાં વહેલી સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનોને કારણે ઠંડીનું જોર વર્તાયું હતું.

Leave Comments