આજથી ગુજરાત વિધાનસભાના 5 દિવસીય બજેટ સત્રની શરૂઆત

February 18, 2019 1175

Description

આજથી ગુજરાત વિધાનસભાના 5 દિવસીય બજેટ સત્રની શરૂઆત થશે. સવારે રાજ્યપાલના પ્રવચનથી સત્રની શરૂઆત થશે.

સત્રની શરૂઆત થતાની સાથે વિધાનસભામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાશે.

જેના માટે પહેલી બેઠકમાં જ રાજ્યપાલના પ્રવચન બાદ શોક પ્રસ્તાવ રજૂ થશે. ત્યારે શ્રદ્ધાંજલિ બાદ વિધાનસભાની દિવસ પુરતી તમામ કાર્યવાહી મુલતવી રાખવામાં આવશે.

મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીને કારણે આ વખતના બજેટમાં લેખાનુદાન બજેટ રજૂ થનાર છે. ત્યારે નાણામંત્રી નીતિન પટેલ આવતીકાલે લેખાનુદાન બજેટ રજૂ કરશે.

Leave Comments