આજે બપોરે 12 વાગ્યે વિધાનસભાની બેઠક મળશે. પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે. સામાન્ય વહીવટ, ઉદ્યોગ ગૃહ પર ચર્ચા કરાશે. શહેરી વિકાસ, ખાણ ખનીજ વિભાગ પર ચર્ચા થશે. બોર્ડર સિક્યોરિટી, નશાબંધી, આબકારી વિભાગ પર ચર્ચા કરવામાં આવશે. જાહેર હિસાબ, અંદાજ સમિતિ ચૂંટણી બાબતે કરાશે જાહેરાત. અહેવાલોની રજૂઆત બાદ પૂરક માગણી પર કરાશે ચર્ચા.
આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. 6 મનપાના મેયર સહિતના પદાધિકારીઓના નામ પર ચર્ચા થવાની છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળશે પાર્લામેન્ટરી બેઠક. સાંજે 4 કલાકે મળશે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. બેઠકમાં મુખ્યમંત્રી, DyCM, પ્રદેશ પ્રમુખ રહેશે હાજર. પાર્લામેન્ટરી બેઠક બાદ મનપામાં મળશે સામાન્ય સભા
લવ જેહાદ મુદ્દે DyCM નીતિન પટેલે નિવેદન આપ્યું તેમણે કહ્યું કે બજેટ સત્રમાં સરકાર કાયદો લાવશે. કાયદો લાવીશુ અને પસાર પણ કરીશું. સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે તેવો પ્રયત્ન રહેશે.
પ્રધાનમંત્રી એ દરેક ધર્મના લોકો સાથે વાત કરી જેમાં હિન્દૂ, મુસ્લિમ અને ખ્રિસ્તી પણ હતા કોંગ્રેસ ને એવું છે કે અમે એક ધર્મને પ્રાધાન્ય આપીએ છીએ..
લક્ષ્મી મિત્તલ અચાનક ગુજરાત મુલાકાત અંગે નાયબ મુખ્યમંત્રી નો ખુલાસો.. ગુજરાતમાં આવ્યા તે અંગે અગાઉ થી જાણ હતી… ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અંગે વિકાસ માટે લક્ષ્મી મિત્તલ સાથે વાતચીત થઈ છે.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ની વાતચીત દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત અંગે સહિત ગુજરાતમાં થતાં કાર્યક્રમો અંગે ચર્ચા થઈ….. ગુજરાતમાં વિકાસમાં કેવી રીતે લક્ષ્મી મિત્તલ ફાળો આપી […]
લક્ષ્મી મિત્તલ સાથે બેઠક અંગે CMનું નિવેદન રૂ.50 હજાર કરોડથી વધુનું રોકાણ કરશે: CM બેસ્ટ લોકેશન ઉદ્યોગ કરવા ગુજરાત મોખરે: CM તમામ ઉદ્યોગપતિઓ અહીં આવી રહ્યા છે: CM
રાજ્યમાં કોરોનાની ફરી એકવાર વિકરાળ સ્થિતી જોવા મળી છે. મહાનગરોમાં કોરોનાએ મોટો ઉથલો માર્યો છે. સુરતની સ્થિતી ફરી એકવાર સ્ફોટક થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. એક જ દિવસમાં સૌથી વધુ 134 કેસ નોંધાયા અમદાવાદમાં પણ 124 કેસ અને એક મોત નોંધાયું. સૌરાષ્ટ્રમાં પણ વકરી રહ્યો છે કોરોના. રાજકોટમાં એક જ દિવસમાં નવા 58 કેસ […]
ગુજરાતમાં કોરોનાના નવા 571 કેસ નોંધાયા છે. કોરોનાથી આજે એક દર્દીનું મોત નીપજ્યું છે. અત્યાર સુધીમાં 2, 65, 372 દર્દી સાજા થયા છે. આજે વધુ 403 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 4414 દર્દીના મોત થયા છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં કોરોનાના કેસ 100ને પાર પહોંચી ગયા છે. અમદાવાદમાં 124 કેસ, એકનું મોત થયું છે. સુરતમાં […]
ગુજરાત નામ પડે ને તમામ માળખાકીય સવલતો ધરાવતા રાજ્ય તરીકેની છાપ ઉભરી આવે. પણ શું પાણી જેવી પ્રાથમિક જરૂરીયાત ગુજરાતના અંતરિયાળ ગામડાને મળે છે ખરી ? અને મળે છે તો નલ સે જલ યોજના ઘરે ઘરે સુધી પહોંચી છે ખરી ? જુઓ પાણી પર આર પાર શાસક વિપક્ષ.
ચૂંટણીમાં મોટા મોટા દાવા આજે વિધાન સભાના ફ્લોર પર પોકળ સાબિત થઈ રહ્યા છે. કેમ કે સરકારે જાહેર કરેલા આંકડાઓ જ બોલી રહ્યા છે કે રોજગારીના કરતા બેરોજગારીનો આંકડો વિશાળ છે.
વિધાનસભામાં CM રૂપાણીએ મહત્વપુર્ણ જાહેરાત કરી છે. સીએમ રૂપાણીએ ફાટક મુક્ત ગુજરાત બનાવવાની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું છે કે ,રાજ્યમાં બધા જ ફાટક હટાવવામાં આવશે. હવે ક્યાંય રેલવે ફાટક જોવા નહીં મળે. મહત્વનું છે કે ફાટક દૂર થતા મહાનગરો શહેરોમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાનું પણ નિરાકરણ આવશે.
બે વર્ષમાં માત્ર 1777 લોકોને સરકારી નોકરી મળી છે. બે વર્ષમાં 15 જિલ્લાના એકપણ યુવકને સરકારી નોકરી મળી નથી. વિધાનસભા ગૃહમાં સરકારે આંકડા જાહેર કર્યા. ગુજરાતમાં 4, 12, 985 લોકો બેરોજગાર છે. 3, 92, 418 શિક્ષિત, 20, 566 અર્ધશિક્ષિત બેરોજગાર છે.
2018 © Sandesh.