પાયાની સુવિધા માટે સંઘર્ષ કેમ ? વાર-પલટવાર : પાર્ટ-02

June 26, 2019 1970

Description

કુપોષણ, ગરીબી, મરતા બાળકો, મરતી સ્વાસ્થ્ય વ્યવસ્થા, મરતી શિક્ષણ વ્યવસ્થા, આ કોઈ મુદ્દાઓ પર ક્યારેય કોઈ વાત જ નથી થઈ. સમસ્યાઓ ત્યાંની ત્યાં છે, વ્યવસ્થા એની એ જ છે, આ દરેક જે કાર્યવાહીઓ અત્યારે ચાલી રહી છે, એ તો મહિના પહેલા પણ થઈ હતી, ક્યાં કંઈ બદલાયુ, પહેલા ટ્યુશન ક્લાસમાં આગ હતી એટલે ટ્યુશનવાળાને નોટીસો આપી,

હવે સ્કુલની બાજુમાં લાગી આગ તો સ્કુલવાળાને નોટીસો અપાય છે, નોટીસોના નામે બધા વિભાગોની રોકડી થાય છે, કદાચ બીજા એક મહિના પછી હોસ્પિટલમાં આગ લાગશે તો એની ચર્ચા કરવા બેસીશુ.. કેમ કે ક્યાં કોઈ સિસ્ટમ બદલાઈ..

બીજી બાજુ રાજકોટની એક નાની બાળકી છે, બે મહિનાની ઉંમરમાં એને પણ આપણી સિસ્ટમે સમજાવી દિધુ છે કે જો તમારી પાસે રૂપિયા નથી તો તમારી અહીં કિડા-મંકોડા જેટલી કિંમત નથી, પેટમાં ગાંઠ થઈ અને પછી દવા કરાવવા એક-એક જગ્યાએ ભટકતી રહી, પણ પૈસાનો ખનખન અવાજ ના સંભળાયો એટલે કોઈએ હાથ ના પકડ્યો. માણસો મરી પરવાર્યા છે આ સમાજમાંથી.

Tags:

Leave Comments

News Publisher Detail