બેટી બચાવશે કોણ ? વાર પલટવાર : પાર્ટ-02

June 27, 2019 2135

Description

પૃથ્વી પર જીવનની જ્યારે શરૂઆત થઈ ત્યારે હિંદુ સંસ્કૃત્તિ પ્રમાણે અહીં રહેનાર બે માણસો હતા મહારાજા મનુ અને શતરૂપા રાણી, બીજી કોઈ વાયકા પ્રમાણે ઈવ અને આદમની કહાનીઓ છે, પણ ક્યાંય વિશ્વની કોઈ પણ સંસ્કૃત્તિમાં પુરૂષ એકલો નથી, કૃષ્ણની જેમ વિષ્ણુના બધા અવતારો લક્ષ્મીની સાથે થયા છે,

લક્ષ્મી વગર નારાયણ, પાર્વતી વગર મહાદેવ, સીતા વગર રામ અધૂરા છે.. પણ આ બધી વાતો… વાર્તાઓ રહી ગઈ છે.. માણસ ભગવાનની વાતો કરતા કરતા એટલો દંભી અને જુઠ્ઠો બની ગયો કે ઘરમાં હવે દિકરીને જન્મ પણ નથી આપતો, 21મી સદીનો પોતાને મહાન અને સૌથી વિકસીત કહેતો આ માણસ ખતરનાક સ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે..

પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા સતત ઘટી રહી છે.. અને કોઈને કંઈ ફર્ક જ નથી પડી રહ્યો.. સરકાર યોજના બનાવીને ખુશ છે, સમાજ મોટી મોટી વાતો કરીને ગાયબ થઈ રહ્યો છે.. નિતી આયોગના આંકડા માણસ નામના સામાજીક પ્રાણી સામે પ્રશ્નો કરી રહ્યા છે..

Tags:

Leave Comments

News Publisher Detail