સ્વાતિ સંસ્થા અને ICRW દ્વારા ગ્રામિણ વિસ્તારમાં મહિલા સલામતી અંગેનો સરવે કરાયો

January 22, 2020 545

Description

સુરેન્દ્રનગરના પાટડીમાં 16 ગામમાં મહિલા સલામતી અંગેનો સરવે કરવામાં આવ્યો હતો. જેમાં સ્વાતિ સંસ્થા અને ICRW દ્વારા ગ્રામિણ વિસ્તારમાં મહિલા સલામતી અંગેનો સરવે કરાયો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

ગ્રામિણ વિસ્તારમાં 37 ટકા મહિલાઓ જાતિય સતામણીનો ભોગ બન્યાનો ખુલાસો થયો છે. તેમાં 30 ટકા છોકરીઓ જાતિય સતામણીના કારણે અભ્યાસ છોડી દે છે. તેમજ સુરેન્દ્રનગરના ગામડામાં 14 ટકા યુવતિઓ અને 94 ટકા યુવાનો પાસે મોબાઈલ ફોન હોવાનું પણ આ સરવેમાં સામે આવ્યું છે.

Leave Comments