ભારે વરસાદથી વિરમગામના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું

August 13, 2019 605

Description

છેલ્લા થોડા દિવસોથી ઉપરવાસમાં ભારે વરસાદથી વિરમગામના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે. મહેસાણાના કડી અને દેત્રોજ પંથકમાં પડેલા ભારે વરસાદથી ઉપરવારના વિરમગામ તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે.

વિરમગામના જક્સી, ભડાણા, ઉખલોડ દસલાણા ટ્રેંટ સહિત ગામોની હજારો હેક્ટર જમીનો પર પાણી ભરાયા છે. વરસાદી પાણીથી સર્જાયેલા કાદવ કિચડને લઇને વિરમગામ વાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave Comments