ખતરાની ઘંટી મુશ્કેલીમાં ગુજરાત

April 3, 2020 770

Description

આપણે માણસ છીએ કે ઘેટા. એનો જવાબ આજે આપણે જાતે આપવો પડશે. કેમ કે એક માણસ ખાડામાં પડે અને પછી સમજાવવામાં આવે કે આવું કરશો, આવા રસ્તે જશો તો તમે પણ ખાડામાં પડવાના છો તો માણસો એ રસ્તે ના જાય, અને એકની પાછળ બીજો આંખ બંધ કરીને દોડ્યે જાય તો એને માણસ નહીં ઘેટા કહેવાય. પોલીસ, ડૉક્ટર, નર્સ, સફાઈ કર્મચારી. અને બીજા કેટલાય લોકો દરરોજ તમારી સુખાકારી માટે દિવસ-રાત કામે લાગેલા છે.

દરરોજ સાંજ પડ્યે દિવસભરની ઘટનાઓનો હિસાબ લગાવીએ છીએ ત્યારે નિરાશા હાથ આવતી જાય છે. ગુજરાતમાં જેટલા પણ કોરોનાના કેસ સામે આવ્યા છે તેમાંથી 53ટકા લોકો એવા છે જે ગુજરાતની બહાર પણ નહોતા ગયા. છતાં એ કોરોનાથી સંક્રમીત છે, ગુજરાતમાં સરખામણીએ મૃત્યુદર પણ વધારે હતો, અને હવે ગામડાઓને પણ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે, મુંબઈની ધારાવી જેવી જગ્યાએ કોરોના જ્યારે પહોંચે છે ત્યારે આવનારા દિવસોમાં દેશમાં કેવી મહામારી થઈ શકે છે એની કલ્પના કરતા પણ રુંવાડા ઉભા થઈ જાય છે.

10 દિવસ થાય ત્યાં સુધીમાં તો લોકો યુદ્ધ જીતી ગયા હોય એ રીતે બેફામ બની ગયા છે. કેટલીય રાશનની દુકાનો બહાર ભીડ એકઠી થઈ રહી છે, કર્મચારીઓની સુરક્ષાનું પણ ધ્યાન નથી રખાઈ રહ્યુ. સુમસામ રસ્તાઓ પર હવે ગાડીઓ દેખાવા લાગી છે. અને એટલે ફરી વિચારવાનો સમય છે. આટલા નિશ્ચીંત થઈ જવાનો કોઈ અર્થ નથી. ખતરો હવે શરૂ થઈ રહ્યો છે. અને બચાવ જાતે કરવાનો છે.

Leave Comments