વ્યાસવાડી પગપાળા સંઘ બાવન ગજની ધજા સાથે અંબાજી જવા રવાના

September 11, 2018 1010

Description

અમદાવાદના વાડજ ખાતેથી વ્યાસવાડી પગપાળા સંઘ બાવન ગજની ધજા સાથે અંબાજી જવા રવાના થયો છે. છેલ્લા 24 વર્ષથી વ્યાસવાડીથી વાજતે ગાજતે આ સંઘ પ્રસ્થાન કરી રહ્યો છે. ત્યારે 25માં વર્ષે પણ વહેલી સવારે વાજતેગાજતે માતાજીના રથ સાથે અંબાજી જવા નીકળ્યા છે. જે 18મી સપ્ટેમ્બર મંગળવારે અંબાજી પહોંચીને ધજા આરોહણ કરશે.

આ રથમાં ચૂંદડીવાળા માતાજી પણ જોડાવાના છે જેને લઈને સંઘના ભક્તો વિશેષ આનંદ છે. ઉલ્લેખનીય છે કે 1994માં 6થી 7 ભક્તો પ્રથમવાર માતાજીના નાના રથ સાથે નીકળ્યા હતાં. જે 2018માં 25માં વર્ષે 25 વર્ષ પુરા કર્યા છે. આ સંઘમાં આવનારા લોકો જે માનતા રાખે છે તે અવશ્ય પુર્ણ થાય છે તેવો સંઘનુ માનવુ છે.

Leave Comments