અમદાવાદમાં PGમાં યુવતીઓની છેડતી અટકાવવા ખાસ ટીમની રચના

July 11, 2019 1025

Description

અમદાવાદમાં PG અને ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીની છેડતી અટકાવવા મામલે પોલીસ સતર્ક બની છે. ત્યારે આ મામલે મહિલા પોલીસની ‘શી’ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ શહેરના ઝોન 1 અને 7ના પોલીસ મથકમાં શરૂ કરવામાં આવી છે.

જે મહિલાની છેડતી અટકાવવા માટે કાર્યવાહી કરશે. આ ટીમમાં 1 PSI, 4 મહિલા પોલીસ કર્મી અને 2 પુરૂષ પોલીસ કર્મીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક ધોરણે 15 પોલીસ સ્ટેશનમાં ટીમો શરૂ કરાશે. મહિલાઓ માટે ફરિયાદ પેટી પણ મુકવામાં આવશે અને જેના આધારે છેડતીની ફરિયાદો મળતા પોલીસ કાર્યવાહી કરશે.

Leave Comments