ખાખી પર કલંકનો એક વીડિયો સામે આવ્યો છે. અમદાવાદમાં પોલીસકર્મીનો લારી ચાલક પાસેથી રૂપિયા લેતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જમાલપુર નાડિયાવાડનો આ વીડિયો છે. ગાયકવાડ હવેલીના પોલીસકર્મી સામે વસુલીનો આરોપ છે. સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. મહત્વનું છે કે અગાઉ પણ પોલીસકર્મીના આવા રૂપિયા લેતી દેતીના વીડિયો સામે આવ્યા છે. કેટલાક લાંચિયા પોલીસકર્મીને કારણે જ પોલીસ વિભાગ બદનામ થાય છે.
Leave Comments