વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલા 180 ગુજરાતીઓ ફસાયા

January 11, 2020 4265

Description

વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલા ગુજરાતીઓને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલા ખેડા અને આણંદ જિલ્લાના 180 મુસાફરો ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ખેડા અને આણંદ જિલ્લાના 180 પ્રવાસીઓ વૈષ્ણોદેવીમાં ફસાતા તેમના પરિવારો પર ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

હાલ સમગ્ર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, તો વૈષ્ણોદેવી અને ઉત્તરાખંડના અનેક જગ્યાએ હિમવર્ષા થઈ રહી છે. વૈષ્ણોદેવીમાં હાલ ચારેબાજુ બરફની ચાદર ફેલાયેલી છે, તો ત્યાં અવાર નવાર લેન્ડસ્લાઈડના કારણે હાઈ-વે બંધ થતો હોય છે. ત્યારે હાલ આવા એક સમાચાર વૈષ્ણોદેવીમાંથી મળી રહ્યા છે. વૈષ્ણવદેવીમાં ભારે બરફવર્ષાના કારણે પ્રવાસીઓ 2 દિવસથી ફસાયા છે અને તેમની બસનો આગળ જવાનો કોઈ માર્ગ દેખાઈ રહ્યો નથી.

હાલ મળતી માહિતી પ્રમાણે, વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલા ખેડા અને આણંદ જિલ્લાના 180 પ્રવાસીઓ કાઝીગંડ અને જવાહર ટનલ વચ્ચે ફસાયા છે. ગુજરાતમાંથી ગયેલી બસ કાઝીગંડ અને જવાહર ટનલમાં ફસાઈ ગઈ છે. આ ટનલમાં માત્ર ગુજરાતની જ નહીં, 5 અન્ય બસ પણ રસ્તામાં ફસાતા મુસાફરોની હાલત કફોડી બની છે.

ખેડા અને આણંદ જિલ્લાના 180 પ્રવાસીઓ વૈષ્ણોદેવીમાં ફસાયા હોવાની માહિતી ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણને મળતા તેમણે પ્રવાસીઓની મદદ માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી હતી. ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી 180 ગુજરાતીઓને હિલ્લર શાહાબાદથી બનીહાલ પહોંચવા માટેની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી હતી.

Leave Comments