અધિકારીઓ ભ્રષ્ટાચારી છે તો એ ભ્રષ્ટાચારને ઈચ્છા મુજબ નચાવવા વાળા નેતા

January 24, 2020 1385

Description

સવાલ ના કેતન ઈનામદારના રીસાઈ જવાનો છે, સવાલ ના મધુ શ્રીવાસ્તવના નાટકોનો છે, પ્રશ્ન તો આજે સીધો અને સટ રાજ્યની સરકારને છે. જે અત્યાર સુધી જનતા કહી કહીને થાકી એ તમે નથી સાંભળ્યુ. ભ્રષ્ટાચાર બરબાદ કરવા બેઠો છે ગુજરાતના તંત્રને, જનતાનું નહીં, તો વિધાનસભામાં બેસેલા જનતાના પ્રતિનીધીઓનું તો સાંભળો.

મધુ શ્રીવાસ્તવ ભાજપના ધારાસભ્ય છે વાઘોડીયાથી, કેતન ઈનામદાર પછી એમને પણ એવુ લાગ્યુ કે ચાલો થોડા રિસામણાં-મનામણાંની રમત રમી લઈએ, એ બહાને જે કામ બાકી છે એ પણ થઈ જશે. મહેસુલના અધિકારીઓ અને મંત્રી પર એમણે પોતાનો ગુસ્સો બતાવ્યો, એટલા ગુસ્સાથી ના ચાલ્યુ તો મિડીયાકર્મીઓને ગાળો આપી, અને અધિકારીઓને પણ કામ નહીં કરે તો લાફો મારી દઈશ જેવી વાતો કરી, પોતાની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા, અને એક માહોલ એવો ઉભો કરવાની કોશીશ થઈ કે માત્ર અધિકારીઓ જ એવા છે જે કામ નથી કરતા, બાકી ધારાસભ્યો અને મંત્રીઓ તો દૂધે ધોયેલી મૂરત જેવા છે

પણ હકિકત આખા રાજ્યની જનતા જાણે છે, અધિકારીઓ ભ્રષ્ટાચારી છે તો એ ભ્રષ્ટાચારને પોતાની ઈચ્છા મુજબ નચાવવા વાળા લોકોને નેતા તરીકે ઓળખાય છે, નૈતીકતા અને નીતિમત્તા જેવા ભારેભખ જેવા શબ્દોની વાત પણ આજના નેતાઓ નથી કરી શકતા, આવી રાજકીય મડાગાંઠો વચ્ચે મહેસાણાથી એક વાત સામે આવી, એક પુલ હતો, માત્ર 6 વર્ષ પહેલા બન્યો હતો, આજે તુટી ગયો.

 

Leave Comments