અમદાવાદ RTO દ્વારા 10 સ્કુલોમાં ચેકિંગ હાથ ધરાયું

August 10, 2018 2855

Description

અમદાવાદ આરટીઓ દ્વારા ટ્રાફીક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. સ્કુલ બસ અને સ્કુલ વાન પર આરટીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. શહેરની 10 સ્કુલોમા ચેકિંગ હાથ ધરાયું છે. ફીટનેસ સર્ટીફિકેટથી લઇને ઇન્સયોરન્સ સહીતની તમામ બાબતોની તપાસ આરટીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

યોગ્ય કાગળો રજૂ ન કરનાર સ્કૂલ વાન અને બસને ડિટેઇન કરવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓ ટુવ્હીલર લઇને શાળામાં આવે છે તેમની પણ તપાસ આરટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. લાયસન્સ ન ધરાવનારા વિદ્યાર્થીઓના વાહનોને પણ ડિટેઇન કરવામાં આવી રહ્યાં છે. ગત સપ્તાહે પણ આરટીઓની ટ્રાફીક ડ્રાઇવમાં 90થી વધુ વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

Leave Comments