ટ્રાફિક નિયમોનું પાલન કરાવતું વિભાગ જ નિયમોનું પાલન નથી કરતું

July 2, 2019 530

Description

ટ્રાફિક નિયમોનું પાલન કરાવતું વિભાગ જ ટ્રાફિકના નિયમો પાલન કરતું નથી. છતાં પણ આવા લોકો સામાન્ય જનતાને કાયદાનો કોરળો વિંઝી રહ્યા છે. પણ ક્યારેક એવું પણ બને કે. કોઇ જાગૃત નાગરિક કાયદાના પાઠ ભણાવતા પણ કાયદાનું પાલન ન કરતાં લોકોને અરીસો બતાવી દે.

જીહાં,મંગળવારે અમદાવાદમાં આવી જ ઘટના બની જ્યાં ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરતાં ટોઇંગ વેનને એક જાગૃત નાગરિકે ઘેરીને ટ્રાફિક નિયમો યાદ કરાવ્યા હતા. આ વ્યક્તિએ ટોઇંગવાનમાં બેઠેલા ડ્રાઇવરના સીટબેલ્ટ ન પહેરવા પર સવાલ ઉઠાવ્યા.

તો ગાડીના નંબર પ્લેટ ન હોવાનું જણાવી પાસે બેઠેલા ટ્રાફિક અધિકારીને ડ્રાઇવરનો ચલાણ ફાડવાનું પણ કહ્યું. આ ઘટના બાદ આસપાસથી લોકો પણ એકત્ર થઇને ટ્રાફિક અધિકારીને સવાલ કરવા લાગ્યા હતા .આ વીડિયો વાયરલ થતાં પોલીસ કમિશનરે પણ વીડિયોની નોંધી લીધી હતી.

Leave Comments